218: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૧૮ - અગ્નિ માગણી== {| |+૨૧૮ - અગ્નિ માગણી |- |છંદ: |ચોપાઈ |- |કર્તા: |જી. કે. સ...")
(No difference)

Revision as of 02:38, 4 August 2013

૨૧૮ - અગ્નિ માગણી

૨૧૮ - અગ્નિ માગણી
છંદ: ચોપાઈ
કર્તા: જી. કે. સત્વેદી
ધર્મક્રિયાઓ કરતાં જીવન વીતે વેગે;
અગ્નિ ન પ્રગટે પાપ ભરખવા, મન બહુ રહે ઉદ્ધેગે.
શાસ્રમનન ને આજ્ઞાપાલન, વિધિ પાળી બહુ હેતે.
પામ્યો જ નહિ પાવનકર અગ્નિ, તારણ લાગે છેટે.
ઈચ્છું છું બહુ કરવા સારું, દોડે છે મન પાપે;
પાપ તણાં બીજ વસિયાં દિલે, એ મુજને સંતાપે.
પ્રદટાવો, પ્રભુ, આત્મા- અગ્નિ, બાળો બીજ અકારું;
પ્રભુ, જો દિલમાં રાજ કરો તો, જીવન થાશે પ્યારું.