379: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૭૯ - સજ્જ થાઓ ઈસુના પક્ષમાં == {| |+૩૭૯ - સજ્જ થાઓ ઈસુના પક્ષમાં |- |૧ |સજ...")
(No difference)

Revision as of 19:42, 3 August 2013

૩૭૯ - સજ્જ થાઓ ઈસુના પક્ષમાં

૩૭૯ - સજ્જ થાઓ ઈસુના પક્ષમાં
સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! રે સ્તંભના યોદ્ધાઓ !
રાજાની ધજા ઊંચકો, સામા છે વેરીઓ.
ઈસુ પોતાનું સૈન્ય દોરી પમાડશે જીત;
તે શત્રુને હરાવી થશે રાજા ખચીત.
સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! સુણો જંગનો પોકાર;
મોટી લડાઈમાં ચાલો ખ્રિસ્તનો કરી હિમ્મતવાન;
અસંખ્ય શત્રુ સામે સદા હો હિમ્મતવાન;
બીકને સમે તમ પાસે ઈસુ છે શક્તિમાન.
સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! તેના જ બળથી ભરપૂર;
તે પર ભરોસો રાખો, પોતે અશક્ત જરૂર.
આત્માનાં શસ્ત્રો સજી પ્રાર્થના કરો ખચીત;
જ્યાં જોખમ છે યા ફરજ ત્યાં હાજર થજો નિત !
સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! યુદ્ધ થશે ટૂંક ખચીત;
આજ તો લડાઈનો સાદ છે, કાલે વિજયનું ગીત.
જીતનારને જીવન મુગટ પ્રભુ મૂકશે માથે;
તે સદા રાજ્ય કરશે, આકાશમાં ખ્રિસ્ત સાથે.