372: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૭૨ - ખ્રિસ્તની શાંતિ == {| |+૩૭૨ - ખ્રિસ્તની શાંતિ |- |૧ |શાંત થયું મન ખ્...") |
(No difference)
|
Revision as of 19:29, 3 August 2013
૩૭૨ - ખ્રિસ્તની શાંતિ
૧ | શાંત થયું મન ખ્રિસ્ત થકી, શુભ ત્રાણ થયું; |
બીક મટી શયતાન તણી, મુજ પાપ ગયું. | |
જે દિનથી પ્રભુ દેવ તણી સત વાત મળી, | |
તે સત વાત તણા બળથી મુજ ભ્રાંત ટળી. | |
૨ | દુષ્ટ વિચાર ગયા મનથી સહુ ખ્રિસ્ત થકી; |
શુદ્ધ વિચાર થયા મનમાં પ્રભુથી જ નક્કી. | |
દાસ અરો, પ્રભુ દેવ, મને સત બોધ દઈ, | |
જીવનના મુજ દિવસમાં પ્રભુ પાસ રહી. | |
૩ | દાસ કને, પ્રભુ, આપ હશો, શયતાન - હઠે; |
માટ સદા, પ્રભુ, પાસ રહો વીર શુદ્ધ પઠે. | |
દાસ કને, પ્રભુ આપ હશો, રજ બીક નથી; | |
કારણ કે જગ વિશ્વ તણા, પ્રભુ, આપ પતિ. |