318: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૧૮ - સત્યની વહાર માટે વિનંતી == {| |+૩૧૮ - સત્યની વહાર માટે વિનંતી |- |ટે...")
(No difference)

Revision as of 01:02, 3 August 2013

૩૧૮ - સત્યની વહાર માટે વિનંતી

૩૧૮ - સત્યની વહાર માટે વિનંતી
ટેક: હે સતસ્વામી, સતના બેલી, સત્યની વા'રે ચઢજો રે.
અસત જગતમાં અતિ ઘણું છે, સતમાં પગ મુજ ધરજો રે. હે.
પળ પળ અમને અસત નડે છે, ભય તેનું તો હરજો રે. હે
બોલે, ચાલે, ગુપ્ત વિચારે, મમ સંગે સંચરજો રે. હે.
પારખ સતની કાંચન સરખી અગન ભઠ્ઠીમાં કરજો રે. હે.
અસત તણો પરિહાર કરાવી સત્ય તણો જય કરજો રે. હે.