118: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું== {| |+૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું |- | |દોહર...") |
(No difference)
|
Revision as of 19:32, 29 July 2013
૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું
દોહરા | |
(રાગ : ધર્મ વિચારો રે ઘર થકી) | |
કર્તા : | આઈઝેક વાઁટ્સ, ૬૭૪-૧૭૪૮ |
અનુ: | સીમોન ગણેશભાઈ |
૧ | જ્યારે એ થંભે ધ્યાન ધરું, મર્યો ગૌરવી રાય, |
અલભ્ય લાભ તોટો ગણું ગર્વ સર્વ તુચ્છ થાય. જ્યારે. | |
૨ | મારા પ્રભુના મૃત્યુ વિણ કરું ગર્વ ન કાંય, |
અર્પી દઉં બધું યજ્ઞ પર ઠાલા મોહ સંધાય. જ્યારે. | |
૩ | હાથે પગે વહે શિરેથી ભળી ભળીને સાથ, |
કેવાં વહી રહ્યાં એ જુઓ પ્રેમ, શોક સંગાથ. જ્યારે. | |
૪ | પ્રેમ એવા, એવા શોકનો સુણ્યો સુભગ મિલાપ? |
કે કદી કાંટયે ગૂંથ્યો અમૂલ મુગટ આપ. જ્યારે. | |
૫ | હોત સામ્રાજ્ય આ સૃષ્ટિનું ચરણે ધરવા અઘાટ, |
અર્પણ બને એ જૂજવું પ્રેમ પ્રભુના સાટ. જ્યારે. | |
૬ | પ્રેમ અજબ આવો દિવ્ય તે માગે મારું તમામ, |
અર્પું જીવાત્મા સર્વ મમ તે તો અલ્પ જ નામ. જ્યારે. |