118
Jump to navigation
Jump to search
૧૧૮ - જ્યારે થંભે ધ્યાન ધરું
દોહરા | |
(રાગ : ધર્મ વિચારો રે ઘર થકી) | |
કર્તા : | આઈઝેક વાઁટ્સ, ૬૭૪-૧૭૪૮ |
અનુ: | સીમોન ગણેશભાઈ |
૧ | જ્યારે એ થંભે ધ્યાન ધરું, મર્યો ગૌરવી રાય, |
અલભ્ય લાભ તોટો ગણું ગર્વ સર્વ તુચ્છ થાય. જ્યારે. | |
૨ | મારા પ્રભુના મૃત્યુ વિણ કરું ગર્વ ન કાંય, |
અર્પી દઉં બધું યજ્ઞ પર ઠાલા મોહ સંધાય. જ્યારે. | |
૩ | હાથે પગે વહે શિરેથી ભળી ભળીને સાથ, |
કેવાં વહી રહ્યાં એ જુઓ પ્રેમ, શોક સંગાથ. જ્યારે. | |
૪ | પ્રેમ એવા, એવા શોકનો સુણ્યો સુભગ મિલાપ? |
કે કદી કાંટયે ગૂંથ્યો અમૂલ મુગટ આપ. જ્યારે. | |
૫ | હોત સામ્રાજ્ય આ સૃષ્ટિનું ચરણે ધરવા અઘાટ, |
અર્પણ બને એ જૂજવું પ્રેમ પ્રભુના સાટ. જ્યારે. | |
૬ | પ્રેમ અજબ આવો દિવ્ય તે માગે મારું તમામ, |
અર્પું જીવાત્મા સર્વ મમ તે તો અલ્પ જ નામ. જ્યારે. |
Phonetic English
Doharaa | |
(Raag : Dharm Vichaaro Re Ghar Thaki) | |
Kartaa : | Issac Watts, 1674-1748 |
Anu: | Simon Ganeshbhai |
1 | Jyaare ae thambhe dhyaan dharu, maryo gauravi raay, |
Alabhya laabh toto ganu garv sarv tuchchh thaay. Jyaare. | |
2 | Maaraa prabhunaa mrutyu vin karu garv na kaay, |
Arpi dau badhu yagya par thaalaa moh sandhaay. Jyaare. | |
3 | Haathe page vahe shirethi bhali bhaline saath, |
Kevaa vahi rahyaa ae juo prem, shok sangaath. Jyaare. | |
4 | Prem aevaa, aevaa shokno sunyo subhag milaap? |
Ke kadi kaantaye gunthyo amul mugat aap. Jyaare. | |
5 | Hot saamraajya aa srushtinu charane dharavaa aghaat, |
Arpan bane ae jujavu prem prabhunaa saat. Jyaare. | |
6 | Prem ajab aavo divy te maage maaru tamaam, |
Arpu jeevaatmaa sarv mam te to alp j naam. Jyaare. |
Image
Media - Composition By : Mr. Robin Rathod