117: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૧૭ - વધસ્તંભના ધ્યાનમાં !== {| |+૧૧૭ - વધસ્તંભના ધ્યાનમાં ! |- | |દાલરી છંદ ...")
(No difference)

Revision as of 19:31, 29 July 2013

૧૧૭ - વધસ્તંભના ધ્યાનમાં !

૧૧૭ - વધસ્તંભના ધ્યાનમાં !
દાલરી છંદ
"When I survey the wondrous cross"
કર્તા : આઈઝેક વાઁટ્સ,
૧૬૭૪ - ૧૭૪૮
અનુ. : એમ. વી. મેકવાન
આ સ્તંભ જે વાર હું ધ્યાન માંહે ધરું છું !
જ્યાં ગૌરવી રાજવી, જે મર્યો એ સ્મરું છું !
ત્યારે મહા શ્રેષ્ઠ જે લાભ મારા જણાયો !
રે ! તુચ્છ એ સૌ ગણું છું; ભલે ખોટ જાયે !
ના થાય એવું, પ્રભુ ! ખ્રિસ્તના મૃત્યુ વિના !
હું ગર્વ ધારું; કશી હોય જે અન્ય બિના !
જે સર્વ વાનાં તણો, છે મને મોહ ભારે !
વૃથા ગણી હે પ્રભુ ! અર્પું આ રક્તધારે !
રે ! ખ્રિસ્તના હસ્ત, પાયે, વળી મસ્તકેથી !
જો ! શોક ને પ્રેમમિશ્રિત શી ધાર વે'તી !
એવો પ્રીતિશોકનો રે ! કદી મેળ દીઠો ?
કે કંટકોનો અમૂલો બન્યો તાજ દીઠો ?
સામ્રાજ્ય આ વિશ્વનું જો કદી હોત મારું !
રે ! તોય એ અલ્પ છે ભેટ, આ પ્રેમ સારુ !
એવો અજાયબ ને દિવ્ય આ પ્રેમ લાગે !
જે પ્રાણ મારો અને આત્મ, સર્વસ્વ માગે !