38: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૩૮ - રવિવાર== {| |+૩૮ - રવિવાર |- |ઝૂલણા વૃત્ત |- |કર્તા : |જે. વી. એસ. ટેલર |- |ટે...")
(No difference)

Revision as of 21:50, 26 July 2013

૩૮ - રવિવાર

૩૮ - રવિવાર
ઝૂલણા વૃત્ત
કર્તા : જે. વી. એસ. ટેલર
ટેક : પુણ્ યદાતા પાણી આણ બૂજી તમો, બુદ્ધિ ને પ્રેમ ને બીક રાકો.
કામના વેળનાં કાજ પૂરાં થયાં, વાર વિશ્રામનો આજ જાણો;
આવ રે જીવ, સૌ હર્ષથી શાંતિ લો ધન્ય દહાડા તણું દાન માનો.પુણ્ય.
પરમ ભૂપાળને ભાવથી પૂજતાં, સૃષ્ટિના કાર્યની સૂઝ રાખો;
શાસ્ત્રના ગ્રન્થમાં વાત જૂની નવી સુણતાં સ્વર્ગ સ્વાદ ચાખો.પુણ્ય.
ત્રાણ ઈસુ તણું ધીરથી ધારતાં, લોક રક્ષા તણું જ્ઞાન પામો;
સ્વર્ગની સૂચના ધ્યાનમાં ધારતાં, ભાવથી જાણજો શ્રેષ્ઠ કામો.પુણ્ય.
કૃત્ય ચોખાં કરી, સૌક્ય સાચું સજી, શુદ્ધ આનંદમાં આજ વીતો;
વાંચતાં, શોધતાં, સ્વર્ગનું શીખીએ, હર્ષથી ગાઈએ ધર્મગીતો.પુણ્ય.
ખ્રિસ્તની ખ્યાતિ તો કીર્તને કાઢતાં, પુણ્યના માર્ગનાં ગાન ગાઓ;
દેવનાં દાનનો અર્થ પૂરો કરી, ઉચ્ચ ધામે જવા સિદ્ધ થાઓ.પુણ્ય.