38
Jump to navigation
Jump to search
૩૮ - રવિવાર
ઝૂલણા વૃત્ત | |
કર્તા : | જે. વી. એસ. ટેલર |
ટેક : | પુણ્યદાતા તણી આણ બૂજી તમો, બુદ્ધિ ને પ્રેમ ને બીક રાખો . |
૧ | કામના વેળનાં કાજ પૂરાં થયાં, વાર વિશ્રામનો આજ જાણો; |
આવ, રે જીવ, સૌ હર્ષથી શાંતિ લો, ધન્ય દહાડા તણું દાન માનો.પુણ્ય. | |
૨ | પરમ ભૂપાળને ભાવથી પૂજતાં, સૃષ્ટિના કાર્યની સૂઝ રાખો; |
શાસ્ત્રના ગ્રન્થમાં વાત જૂની નવી સુણતાં સ્વર્ગ ના સ્વાદ ચાખો.પુણ્ય. | |
૩ | ત્રાણ ઈસુ તણું ધીરથી ધારતાં, લોક રક્ષા તણું જ્ઞાન પામો; |
સ્વર્ગની સૂચના ધ્યાનમાં ધારતાં, ભાવથી જાણજો શ્રેષ્ઠ કામો.પુણ્ય. | |
૪ | કૃત્ય ચોખાં કરી, સૌખ્ય સાચું સજી, શુદ્ધ આનંદમાં આજ વીતો; |
વાંચતાં, શોધતાં, સ્વર્ગનું શીખીએ, હર્ષથી ગાઈએ ધર્મગીતો.પુણ્ય. | |
૫ | ખ્રિસ્તની ખ્યાતિ તો કીર્તને કાઢતાં, પુણ્યના માર્ગનાં ગાન ગાઓ; |
દેવનાં દાનનો અર્થ પૂરો કરી, ઉચ્ચ ધામે જવા સિદ્ધ થાઓ.પુણ્ય. |
Phonetic English
Jhulana Vrutt | |
Kartaa : | J. V. S. Taylor |
Tek : | Punyadaata tani aan booji tamo, buddhi ne prem ne beek raakho. |
1 | Kaamna velana kaaj poora thaya, vaar vishraamano aaj jaano; |
Aav, re jeev, sau harshthi shaanti lo, dhanya dahaada tanu daan maano.Punya. | |
2 | Param bhoopaalne bhaavthi poojata, srushtina kaaryani sujh raakho; |
Shaastrana granthama vaat juni navi sunata swarg swaad chaakho.Punya. | |
3 | Traan Isu tanu dhirthi dhaarata, lok raksha tanu gyaan paamo; |
Swargni suchana dhyaanama dhaarata, bhaavthi jaanjo shresth kaamo.Punya. | |
4 | Krutya chokha kari, saukhya saachu saji, shuddh aanandma aaj vito; |
Vaanchata, shodhata, swargnu shikhiae, harshthi gaaiae dharmagito.Punya. | |
5 | Khristni khyaati to kirtne kaadhata, punyana maargna gaan gaao; |
Devna daanno arth pooro kari, uchch dhaame java siddh thaao.Punya. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhoopali