SA44: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA44)
 
(No difference)

Latest revision as of 11:16, 11 May 2024

જીવનનો ઝરો છે પ્રભુ ઇસુ;

તેમાં છે જીવનનું જળ ઝરો છે પ્રભુ ઇસુ.

જીવનની રોટલી, છે પ્રભુ ઇસુ;

તૃપ્રિ સદાની પમાય, રોટલી છે પ્રભુ ઇસુ.

ન્યાયનો સુરજ છે પ્રભુ ઇસુ;

આપે છે તે અજવાળ, સુરજ છે પ્રભુ ઇસુ.

હૃદયનો રાજા છે, પ્રભુ ઇસુ;

શાંતિનો છે સરદાર, રાજા છે પ્રભુ ઇસુ.

પાપીનો તારનાર છે, પ્રભુ ઇસુ;

મને તારે છે હાલ, તારનાર છે પ્રભુ ઇસુ.