SA34: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(SA34)
 
(No difference)

Latest revision as of 11:16, 11 May 2024

આવો આવોને ઇસુ રાય, દાસ છું તારો રે;

કૂપા કરીને વહાલા ટાળ, દોષજ મારો રે.

નથી સારું મારામાં કાંઇ, વહાલા મારા રે;

પણ પ્રીતે કરો લે દાસ, નાથ અમારા રે.

રહેમ કીધી આમારા પર, જગતના તારા રે;

બળી દીધા પલકની માંય, પાપના ભારા રે.

તને ધન્ય છે તારનાર દેવ, મહોબ્બત વાળા રે;

તારી પ્રીતિ વહે છે રોજ, દીન દયાળા રે.