SA34
Jump to navigation
Jump to search
૧ | આવો આવોને ઇસુ રાય, દાસ છું તારો રે; કૂપા કરીને વહાલા ટાળ, દોષજ મારો રે. |
૨ | નથી સારું મારામાં કાંઇ, વહાલા મારા રે; પણ પ્રીતે કરો લે દાસ, નાથ અમારા રે. |
૩ | રહેમ કીધી આમારા પર, જગતના તારા રે; બળી દીધા પલકની માંય, પાપના ભારા રે. |
૪ | તને ધન્ય છે તારનાર દેવ, મહોબ્બત વાળા રે; તારી પ્રીતિ વહે છે રોજ, દીન દયાળા રે. |