SA87

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
આવો ગાઇએ સૌ મળી, દેવ છે પ્રીત;

સ્તુતિ કરો આકાશ ધરતી, દેવ છે પ્રીત;
પાપમાંથી જાગો દરેક જન, મનમાં કરો મધૂર ગાયન,
ઇસુને કરો સુવંદન, દેવ છે પ્રીત.

પ્રગટ કરો સૌ સંસારમાં, દેવ છે પ્રીત;

ખ્રિસ્ત પાપીઓનો છે ત્રાતા, દેવ છે પ્રીત;
તેના લોહીથી પાપ ગયું, આત્મા થકી. અજવાળ થયું.
હરખનું ગીત છે અમારું; દેવ છે પ્રીત.

દેહ અમારો છો પામે હાર, દેવ છે પ્રીત;

ઇસુ છે અમને જય આપનાર, દેવ છે પ્રીત;
મોત આવે તો નહિ લાગે ભય, કેમકે ઇસુ સંગ રહેશે તહીં,
અમને પહોંચાડવા સ્વર્ગની મહીં, દેવ છે પ્રીત.