SA86

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - યાદ કર મને યાદ કર મને પ્રભુ યાદ કર મને,

મરણ તારું યાદ કરીને, પ્રભુ યાદ કર મને.

હાય ! મારે કાજ મારો તારનાર, ને માલિક મોત પામ્યો;

પાપ મારાં માથે લઇ ત્રાતા, વધસ્તંભ પર ગયો.

લીધો તેણે મજ પાપનો ભાર, ને મારે કાજ સહ્યું ;

અદ્‌ભુત દયા કૃપા અપાર, તારણ થયું મારું.

અંધરાયો સૂરજ આભમા, ભયથી પૃથ્વી કાંપી;

જયારે તેનો સૃજનાર મૂઓ, આપવા પાપની માફી.

હે પ્રિય ત્રાતા, કદી નહી આ પ્રેમ ઋણ ચુકાય;

પોતાને હું સોપું છું અહી વધું મજથી ન થાય.