SA85

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - જશોરે, જશોરે, સ્વર્ગી ગાડીએ બેસીને

જશોરે, જશોરે, સુંદર સ્વર્ગ સુધી

કરેલી છે સ્વર્ગી રેલ્વે, બનાવનાર સ્વર્ગનો રાજા છે;

આ રેલ્વે છે તો બહુ લાંબી, તે જાય છે જગથી સ્વર્ગ સુધી.

પસ્તાવો છે સ્ટેશનનું નામ,ને ગાડીમાં બેસાય છે ત્યાં;

પૈસા નહિ બેસે ટિકિટ માટ, કેમકે ઇસુ છે પોતે વાટ.

બાઇબલ છે એન્જિન ચલાવનાર, તે રસ્તાનો છે બતાવનાર;

અંધારા ભોંયરામાં થઇ, આકાશ સુધી તે જાય લઇ.

થયો છે વખત ગાડીનો, હાલ પાપીઓ તેમાં બેસો;

જો પાપ મૂકશો ખરા મનથી ખરા મનથી, તમને લેવા થોભશે ગાડી.