SA80

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
અમે સ્વર્ગે જનાર છીએ, આવશો કે ?

તારનારની સ્તુતિ ગાવાને, આવશો કે?
લાખો તે દેશમાં ગયાં છે, બધાં દુઃખોથી છૂટયાં છે;
લાખોને માટે જગ્યા છે, આવશો કે ?

આ સ્વર્ગી વાટ છે સિધી સાફ, આવશો કે ?

પસ્તાઇ લો વિશ્વાસથી માફ, આવશો કે?
ખ્રિસ્ત તમને કહે છે પોકારી, સ્તંભ લઇ ચાલો પાછળ મારી;
તો મુકિત થશે તમારી, આવશો કે ?

ઓ જો કોઇ પાપી હાલ કહે, હું આવું?

આ મુકિત મારે પામવી ? આવું છું?
જૂના મિઞો તમને સલામ, શેતાન તણો નહિ રહું ગુલામ;
હું ખ્રિસ્તનો થાઉં છું તમામ, આવશે કે ?