SA8

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - માનજો એકજ તારણહાર ઇસુ વિના ન થાએ ઉદ્ધાર
પાપ તમારાં ગણવા બેસો કરો તેનો વિચાર,

જન્મારો તો વીતિ જશે ને જશો મરણને દ્ધાર રે
....માનજો.

લોક લાજ રાખી ફરી ફરીને ઉપાય કરો હજાર,

મનની શાંતિ જાણ્ંયા વિના તમેરાખશો પાપનો ભાર રે
...માનજો.

કેટલી પ્રીતિ ઇસુએ કીઘી કરી પ્રીતિ અપાર,

પાપીને કાજે જીવજ દીધો અમારો તારણહાર રે
...માનજો

જ્ઞાન કુલાવે જગત ભૂલાવે શાંતિ ન કોઇ દેનાર,

ઇસુની ઉપર વિશ્રાસ લાવો ઉતારે પાપનો ભાર રે
...માનજો

આપથી કદી કોઇ નહિ બચે આપે ન થાએ ઉદ્ધાર,

વઘસ્તંભથી ઇસુ પોકારે હું તારો દંડ ભરનાર રે
...માનજો