SA79

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
જગત્રાતા ઇસુની મેં પ્રીતિ સાંભળી,

જેણે મારે લીધે આપ્યો પ્રાણ.
તાજ કાંટાનો વાગ્યો તેના માથામાં
કે હું પામું આ મુકિતનું દાન.

તે પાપી લોકો કાજે રડયો વારંવાર

કહીને ધરજો રે મને કાન;
મારી પાખં તળે હું તમને કરું ભેગા
ને તમને આપું મુકિતનું દાન.

તે તારે છે સૌ જાતના પાપીઓને

અને શું કાઢી મૂકશે તને ?
કૃપાથી આજ સુધી તારી રાહ તે જૂએ,
વહલો આવજે ઇસુની પાસે.