SA74

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક-આવો આવો જીવન જળ પીવાને,

તમે આવો બીજાને બોલાવે-જીવન જળ પીવાને.

તમે જગિક વાનાંમાં મોહ્યાં,

તમે આવો અંતર મેલ ધોવા-જીવન જળ પીવાને.

તમે મૃગજળથી દૂર દૂર જાઓ,

પ્રભુ ઇસુ બોલાવે આવો-જીવન જળ પીવાને.

તમે કૃપાના સાગરમાં નાહી,

શુદ્ધિ પામી બીજાને બોલાવે-જીવન જળ પીવાને.

પ્રભુ પ્રીત તણો મહિમા ગાઓ,

તમે શરણ ઇસુના આવો-જીવન જળ પીવાને.