SA67

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક : અવસર આવો આવે ન વારંવાર,

ભાઇઓ, રે પ્રભુ ભજનમાં આવજો.

જગતની ચિંતા રાખો નહી રે લગાર, રાખો રે પ્રભુ ભરોસો રાખજો,

-અવસર

જીવતું પાણી પીવા આવો એક વાર, તૃષા રે તૃષા તમારી છીપશે,

-અવસર

કિરમજ જેવાં પાપો તમારાં લાલ, થાશે રે બરફ સરખાં ઉજળાં,

-અવસર

સ્વર્ગી સુખનો તમે કરો જો વિચાર, શત્રુ રે શેતાનથી છૂટા થજો,

-અવસર

જગમાં તમને વિધવિધના સંતાપ, શાંતિ રે ઇસુ તમને આપશે,

-અવસર