SA64

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - હોડી હંકારો નાવિક મારી,

જવું છે પેલે પાર આશ તમારી.

૧. હળવે હંકારો પાર ઉતારો,

જળ સતાવે પવન ધૂતારો -હોડી.

ર. ઝોલાં ખાએ છે નાવ આ મારી,

માર્ગ સૂઝે ભય લાગે ભારી -હોડી.

૩. આ પારનું નહિ ધામ અમારુ,

પેલી પારનું ખરૂં સુખ દેનારું -હોડી.

૪. જળચર પ્રાણી જળમાં વસે છે,

મજ નાવનીતેસામે ધસે છે, -હોડી.

૫. ખ્રિસ્ત ઇસુ તું નાવિક ખરો છે,

તારી સહાયથી પાર જવું છે, -હોડી.