SA59

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - પાર ઉતારો નાવ ઉદ્ધારક ! પાર ઉતારો નાવ;
આંધી ચઢી, જલ મારે ઉછાળા,ભુલ્યો સુકાની દાવ;

સૂરજ અસ્ત ! ને શશિ તારા ગણ અંધારે ગરકાવ.

પારો હેઠે માંડયો ઉતરવા, કરવી કોને રાવ.

સઢ તૂટયાં અને તૂટયાં હલ્લેસાં, મારગ ઈસુ બતાવ.

પાપ તણો બોજ હળવો કરીને ડૂબતી નાવ બચાવ;

પ્રેમ તણો તમ હસ્ત દઇને ઉગારવાને આવ.