SA58

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - જઇએ પ્રભુજી, અમે અન્ય કોની પાસ,

અનંત જીવન તારી પાસે છે.

જીવનની શ્રેષ્ટ શુભ વાતો સૂણાવે,

નિત રહી પાસ સત્યપંથે ચલાવે,
ધન્ય પ્રભુજી નિરાધારના આધાર.-અનંત.

ખરો તું મિત્ર અને આશરો અમારો,

દુઃખે સુખે સદા સહાય દેનારો,
તુજ આશરે કદી થઈએ ન નિરાશ. - અનંત.

જગમાં તો મોહમાયા કપટ કંકાશ છે,

મળે નહિ શાંતિ રજ ભયાનક ત્રાસ છે,
તુજ પાસે મળે મીઠો આરામ.-અનંત.

લાગી લગન મને ખ્રિસ્ત તારી પ્રીતની,

રૂડી વાતો તુજ પાસે સુવાતની,
તુજથી અમોને સ્વર્ગની આશ. - અનંત.