SA501
Jump to navigation
Jump to search
હું જાઉ છું, જાઉ છું, ઇસુને જોવા. | |
૧ | આકાશ છે એક સુંદર નગર, છે દેવ પોતે તેનું અજવાળ, ત્યાં સૌ રહે છે દુઃખ પામ્યા વગર, ને આનંદ કરે છે સર્વકાળ. |
૨ | ત્યાં ફરી મરણ નથી થનાર, ત્યાં એક અને વિલાપ નહિ થાય, ત્યાં ઇસુ છે પોતે રાજ કરનાર, ત્યાં દેવની સ્તુતિ બધા ગાય. |
૩ | તે નગરનો દરેક રહેવાસી, લડ્યો ઇસુ કાજ જગતમાં, પણ હાલ પહેરી મુગટ આકાશી, વગાડે છે વીણા સદા. |
૪ | ઇસુએ બચાવેલાં સગાં, માતપિતા છોકરાંને ભાઈ બેન, કરશે આવકાર સત્કાર તે શહેરમાં, વિજોગી નહિ થશે કો દિન. |