SA500
Jump to navigation
Jump to search
સોનેરી વીણાઓ છે સ્વર્ગમાં, ઉજળાં વસ્ત્ર છે તૈયાર; સાથે ચાલો હાલેલૂયા ! વાટમાં, નીલ આકાશની પેલે પાર. | |
૧ | ફોજને જુઓ સ્વર્ગમાં જાય છે, પામશે મહેલો ચળકતા; જ્યાં ઉજળાં વસ્ત્ર પહેરાય છે, સ્વર્ગી વીણા વાગે ત્યાં. |
૨ | ગાનારાની હલેલૂયા ! સંગમાં, જ્યાં સ્વર્ગવાસીઓ રહે છે; મીઠા રાગો પૂરા ઉમંગમાં, ગાવા માટે ચાલો રે. |
૩ | ચાલો, જીવનની નદી પર, મુકિતના શૂરવીરો છે; જે સાચા રહ્યા પૃથ્વી પર, તેઓ અમને ત્યાં મળશે. |
૪ | પાપી, આવો, હાલેલૂયા ! ફોજમાં, સંગમાં ચાલો સ્વર્ગીદેશ; ઉજળાં વસ્ત્રો, જયની વીણા, પામી ખુશ રહેશો હંમેશ. |