SA50
Jump to navigation
Jump to search
ટેક - સત રસ્તાનું વર્ણન કરું સન્માર્ગ દેખાડું જી; ઇશ્વરની ભકિત શી રીતે થાય, રે મનકેમ સુધારુંજી. | |
૧ | કેવળ જ્ઞાનથી થાય અભિમાન, ને મન ઘણું ફૂલેજી. સાચા મતનો કરું અંગીકાર, તોય પાપી મન ભૂલેજી. |
૨ | નથી રે ક્રિયા નથી રે રીતિ, નથી રે સંસ્કારજી. ભજન કરૂં કે શાસ્ત્ર ભણું, કેવળ ઉપરનોજ આચારજી. |
૩ | નહિ મનની કલ્પના, નહિ મનનોજુસ્સો, નહિ મનનાવિચારજી. હર્ષ થાએ કે રડવું આવે, તોય મનડામાં અંધકારજી. |
૪ | પ્રકાશને ચાહવો, ઇશ્વરને માનવો, ખ્રિસ્ત પરનો વિશ્વાસજી. પ્રીત થકી એ ત્રણ વાત કરો, જેથી નાસી જાય નિશ્વાસજી. |