SA466

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
There is a green hill

Eng.S.B.133
Horsely , 95 ; Sawley, 107
C.M.

બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર;

ત્યાં આપણું તારણ સાધવાને, સ્તંભે મર્યો તારનાર.

ટેકઃયાદ કર મને,યાદ કર મને, પ્રભુ,યાદ કર મને!

તારૂં મરણ યાદ કરીને,પ્રભુ,યાદ કર મને.

ભારે કષ્ટ વેઠયું ત્રાતાએ, તેનું વર્ણન ન થાય,

પણ એ સંધુ સૌ કાજ હતું, એવું નક્કી સમજાય.

સ્તંભે ઇસુએ મોત સહ્યું, જેથી પાપ માફ કરાય,

ખ્રિસ્તના રક્તે પવિત્ર થઇ, અંતે સ્વર્ગે જવાય.

પાપની સજા ભોગવવાને, ન કોઇ લાયક હતો,

સ્વર્ગી દરવાજો ખોલીને , આવવાનો હક્ક દીધો.