SA463
Jump to navigation
Jump to search
ટેક : લઈ માનવ અવતાર, આવ્યો અવનિ મોઝાર ઇસુ દેવના બાળ, જગ તારનાર. | |
૧ | પાપી માનવનાં પાપોને હરવા,આ દુનિયાનું તારણ કરવા, દુઃખ વેઠયું અપાર, આવી અવનિ મોઝાર. -ઇસુ. |
૨ | પાપીને તારવાને હાથે પકડાયો,પોંતિયસ પિલાતની કોરટમાં આવ્યો, ન્યાય થાએ આ વાર, ઊભો સભા મોઝાર. -ઇસુ |
૩ | કાંટાનો મુગટ માથે મૂકીને, હાંસી કરેછે મુખ પર થૂંકીને, માર્યો કોરડાનો માર, વહે રૂધિરની ધાર. -ઇસુ |
૪ | વધસ્તભંનો બોજો લઇને, ચાલ્યો ગલગથા દુઃખ સહીને, ઠોકર ખાધી તે વાર,પડયો ધરણી મોઝાર. –ઇસુ |
૫ | સ્તંભ ઊંચકીને ગયો તું થાકી, સિમોને તુજને મદદ આપી, થયો નિર્ગત આ વાર,જાતાં કાલવરી પહાડ. -ઇસુ. |
૬ | મજ પાપીના તારણ કાજે સ્તંભે જડાયો ઇસુ તું આજે, કરી મારો ઉદ્ધાર, ગયો સ્વર્ગે મોઝાર. -ઇસુ |