SA461

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
મસિહા મારા દુઃખમાં સોસાઇ ગયો રે!

સેસાઇ ગયો રે, વિધાઇ ગયો રે!

કાંટાનો મુગટ ગૂંથ્યો રે, ઇસુને માથે મૂકયો રે,

ઇસુનાં વસ્ત્રો લીધાં, જાંબૂડી વસ્ત્ર દીઘાં

પિલાતે જુલમ કીઘો રે,કોરડાનો માર જ દીધોરે,

ગલગથા મધ્યે લીધો, ત્યાં વધસ્તંભે દીધો.

હાથ પગમાં ખીલા માર્યા રે,તે કૂખેથી વીંધાયો રે, સીરકાનું પાયું પાણી, થઇ પૂરી અગમવાણી.
છેલી સ્તંભ પર વાણી રે, પોસારે ઘાંટો તાણી રે,

ઓ આકાશમાંના બાપ, માફ કરજે સૌનાં પાપ.

કબરમાં તેને મૂકયો રે, ને મરણ જીતી ઊઠયો રે,

શિષ્યોને દર્શન દીઘું, ને આકાશ ગમન કીધું.

ઇસુની પ્રીતિ કેવી રે, ને કોણે કીધી એવી રે,

જે આવે તેની પાસે, રે તેની મુકિત થાશે.