SA460

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
વા’લો વધસ્તંભ વ્યોમે! મનહર મધુરો લાગે વે’ છે રૂધિરની ધારા, રડતાં બળું હું આગે.
કાંટાનો મુગટ માથે! ભાલે વિંધાયો ત્રાતા,

જીગર જખમ થઇ ઝૂરે, ધન્ય ઓજીવનદાતા-વા’લો

સિયોન સુંદરીયો રડતી !માતા તો મૂર્છા પામી,

વૃદ્વ બાળ તરુણો રડતાં,આજે જગતભર સ્વામિ.-વા’લો

જગનું અજવાળું ઝાંખું, પડતું આ સ્તંભે આજે,

અંધકાર છવાય સર્વત્ર પૃથ્વીનાં પાપો કાજે-વા’લો

પાપો અઘોર મુજ કેવાં! ખંડણી ભરી તેં ભારી,

અર્પુ છું આજ આ સ્તંભે, જિંદગી પિતાજી મારી-વા’લો

કાલવરી કૃત મુજ કાળાં, સ્તંભે જડું હું આજે,

સ્તંભે થી હું પોકારું “સંભારજે તુજ રાજે”-વા’લો