SA46

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - રે ધન્ય તેને - તે છે સુખી અતિ,

જે દુષ્ટોની સલાહમાં ચાલતો નથી.

તે પાપીના રસ્તામાં થંભતો નથી,

અને નિંદકના આસનમાં બેસતો નથી.

યહોવાહના નિયમમાં તે હરખાય છે.

તે રાતદિવસ તેનો તે વિચાર કરે.

જેમ જળ કને ઝાડ સદા લીલું દેખાય.

તેમ તે ફળવાન થશે તે નહિ ચિમળાય.

જે કાંઇ કામ તે કરશે તે થશે સફળ.

ને આશિષ પમાડવા તે થશે સબળ.