SA456

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પહાડ પર ની વાડીમાં રાત્રે અંધારી,

પાપી કાજે રડતાં આખી રાત કાઢી;
પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી.

ઇસુ મારા પ્રભુ તારી સાથે રડું,

માણસોને તારવાને તાર કાજે લડું!
પ્રભુ મને દેજે પ્રીતડી રે તારી.

લોહી જેવાં ટપકાં કપાળેથી પડયાં,

કોણથી કહેવાય રે પ્રભુ દુઃખ તારા;
પ્રભુ મને દેજે પ્રીતડી રે તારી.

નાશ માં જનારાં લાખો નરનારી,

તેઓને હે પ્રભુ લાવું ગમ તારી;
પ્રભુ મને દેજે પ્રીતડી રે તારી.