SA450

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

As with gladness
Eng. S. B. 76
Dix 306
7.7.7.7.7.7.

માગી લોકો ઉમંગે દોરનાર તારની સંગે,

જોઇ પ્રભુ તે તણી ચાલ્યા બેથલેહેમ ભણી
તેમજ અમે કરીએ, પ્રભુ, તુજ ગમ ફરીએ.

તેઓ દોડયા ઉલ્લાસે, ઞાતા તુજ ગભાણ પાસે,

નમી ભજવા તારે પાય, સ્વર્ગને ભૂતકાળનો તું રાય-
તેમ દયાસન પાસે નિત હર્ખે આવવા રાખીએ રીત.

તુજ ગભાણે ઉત્તમ દાન તેઓ લાવ્યા મૂલ્યવાન,

તેવો ઉદાર ભાવ ધરી, સર્વ મિલકત શુદ્ધ કરી,
સદા હર્ષે હે ધણી,અર્પણ લાવીએ તુજ ભણી.

હે ઇસુ, પવિત્ર રાય, રાખજે સાંકડા રસ્તા માંય

ભૌતિક જીવન પૂરું થાય ત્યારે સ્વર્ગે લે જે રાય,
તારાની જરૂર નહિ જ્યાં તારો વૈભવ જોઇએ ત્યાં,

તેજસ્વી આકાશી દેશ,જ્યાં અજવાળું છે હંમેશ,

ત્યાં તું તેજ,આનંદ ને તાજ,આથમ્યા વિણ રવિરાજ,
ભૂપને સદા સ્તવીએ, હાલેલૂયા ગાઇએ.