SA449

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The first Noel

Eng. S. B. 90
The first Nowell,816.

શણદની રાત, જુઓ મેષપાળ,

ખેતરમાં સાચવતા બેંઠા'તા ઘેટાં સાથ;
ખ્રિસ્ત જન્મની કહી દૂતે સુવાત,
ને કડકડતી શરદની ઠંડી એ રાત,

ટેક:નોએલ,નોએલ,નોએલ,નોએલ,

જનમ્યો રાજા ઇમાનુએલ.

તારો જોઇ, કૌતુક જાગે,

ચમકતો પૂર્વ દિશામાં છેક આગે;
ભૂખે ભારે પ્રકાશ પ્રગટ્યો,
રાત દિવસ તે તો જારી રહ્યો-નોએલ.

તેજ તારાનું ત્રણજ્ઞાનીઓ જોઈ,

દૂરદેથી પધાર્યા અનુપમ ભેટ લઇ;
આશા સહિત, રાયને નિહાળવા,
જો વાટ દોરે યે વાટે જવા,-નોએલ.

તારો થંભ્યો,ગભાણ ઉપર,

દેવ પુત્ર નિહાળી થાય ઉરે ઉમંગ;
લળી લળી, પાયે લાગ્યા,
બોળ, સૌનું લોબાન ચરણો ધર્યા-નોએલ,

આનંદે સૌ સાથ, મળી ગાઇએ,

સ્વર્ગી વિભુની આજે સ્તુતિ કરીએ;
સૃષ્ટિ ને સ્વર્ગનો, મેળાય કર્યા,
દેહ ધરી સ્વ રકતે ઉદ્વાર કર્યા-નોએલ,