SA439

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
સ્વર્ગવાસી દેવ આવ્યો, માનવીની પાસ;

દૂતોનો સ્વામી તે બન્યો, અહીં નમ્ર દાસ...ગાઓ.

તજ્યું સ્વર્ગ, તજ્યું ઘર ગૌરવી રહેઠાણ

ધરી નરહેદ તેણે સ્વીકારી ગભાણ...ગાઓ.

ગરીબ લાચાર, પીડાયેલા પાપીઓને કાજ;

ગરીબ થયો ઉદ્ધારવાને ધરી નહીં લાજ .... ગાઓ.

પતિતોને તારવાને કેવી કીધી રહેમ;

અધર્મેા ઉદ્ધરવાને કેવો છે આ પ્રેમ !...ગાઓ.

ત્રાતા, અમે સહુ થઇનએ, નમ્ર તું સમાન;

સ્મરી તારી પ્રીતિ અમે, ગાઇએ જયગાન...ગાઓ.

આનંદી નાતાલ તને,સ્મરીએ એ રીત;

પ્રભુ ઇસુ તણું મન,ધરીએ ખચીત...ગાઓ.