SA438

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા ધરવા અર્પણ;

નદી, નાળાં પાધર, પહાણા, નજર સિતારા ગમ.

ટેક:ઓ...દૈવી તેજના સિતારા, રાત્રિના ગેબી તારા;

આગળ થઈને દોરજે અમને, જ્યાં છે મુજ તારણહાર.

રાજા જનમ્યો બેથલેહેમ ગામ, સોનું લાવું મુગટને કામ;

રાજા સદા, અંત ન કદા, પ્રજા તેની તમામ.

લોબાઇ લઇને ચાલ્યો આવું દેવને ધુપ હું ધરવા લાવું;

સ્તુતિ-સન્માન,ચડે સો ઠામ, ભજો મહા પ્રભુ,

બોળની કડવી ધૂણી મારી,મારને મોતની સૂચવનારી;

શત્રું-શરણ, લોહી, મરણ, ઘોર પર મહોર મારી,

ગોરવાન છે તેનું ઉત્થાન, રાજા, પ્રભુને બલિદાન;

હાલેલૂયા, હાલેલૂયા, ગાજે જગત, આસમાન.