SA434

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
દૂતોથી ધેરાયેલા, વૈભવના સરદાર,

જન્મ ધર્યો ગભાણમાં, પાપોના હરનાર,
યુવરાજ તુજને મનડું અર્પિ સ્તવીએ મારા રાય.

તારો ચળકયો પૂર્વમાં, માગી બેથલેહેમ જાય,

ભૂએ શાંતિ વંદતા, દૂતો ગાયન ગાય,
યુવરાજ તારી પ્રીતિ પ્યારી લાગે મારા રાય.

ઈમાનુએલ નાતાલના, શાંતિના સરદાર,

ગાદી તારી સ્થાપજે, આખા જગ મોઝાર,
યુવરાજ પ્યારા સૌનૌ હેતે કરજે અંગીકાર.