SA431

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
સાખીઃ મરિયમ કુંવારી પેટ તે આવ્યો થઇને બાળ,

પાપી માનવ તારવા જન્મ લીધો ગભાણ;
આવ્યો છે તે જગમાં આજે, પાપી માનવ તારવા કાજે,
અરરરર ખોલી દેજો દિલમાં મકાન.

સાખીઃ નવીન તારો ઊગ્યો પૂર્વ દિશા માંય,

માગી લોકો ચાલીયા ઇસુ જનમ્યો ત્યાંય;
બેથલેહેમમાં આવી પહોંચ્યા, ઇસુને તે પાયે લાગ્યા,
ખરરરર આવી અર્પ્યું કંચન, બોળ લોબાન.

સાખીઃ બેથલેહેમની સીમમાં રહેતાં ઘેટાંપાળ,

રૂડી રીતે રાખતા ઘેટાની સંભાળ;
આકાશમાં દૂત દેખાયો, વધાઇ કહેવા નીચે આવ્યો,
ચરરરર ચમકી ઊઠયા જોઇને પ્રકાશ.

સાખીઃઇસુ આવ્યો આકાશથી કરવાને ઉદ્ધાર

પાપનો પસ્તાવો કરો, બાળક, નર ને નાર;
તે પર વિશ્વાસ જે કોઇ કરશે, પાપ થકી તેઓ તરશે,
ખરરરર ખોલી દેજો દિલનાં મકાન.