SA430

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પ્રભાતનો પ્રકાશ જાણે, દિન દીસે દીપતો;

હા, જ્યોત જેવો ઝબુકતો, ને સૂર્ય જેવો શોભતો;
ઊઠો, તમે આનંદ કરો, આ જન્મ દિવસ આવીયો,
રે, પ્રીત પાપી પર કરી, ઉદ્ધાર સાથે લાવીયો.

રે, ભાણ જેવો ભૂપતિ, ઉદય થયો છે ભૂતળે;

તે નાથને નિહાળતાં રે, તાપ તનના સહુ ટળે;
ગભાણમાં તે ભાણ જૂઓ,જ્યોત જેવો દીપતો,
દાઉદ કેરા શહેરમાં, આનંદ અદકો રે થતો.

સન્નારીઓને, સેવકો સહુ સાથમાં ત્યાં જાય છે;

ત્યાં પૂર્વ કેરા માગીઓ, લળી લળી ગુણ ગાય રે;
ચાલો સૌ જોવા જઇએ, સહુ સાથમાં તે નાથને,
આહીરડા ઉમંગથી, ચૂંબન કરે છે હાથને.

સહુ કષ્ટને રે નષ્ટ કરવા, નાથ આવ્યો પ્રીતમાં,

વહાલથી, શુદ્ધ પ્યારથી, રે રાખો સર્વ ચિત્તમાં;
વધામણી વ્હાલા તણી, પ્રગટ કરો સહુ દેશમાં,
ભૂપાળ ભીડો ભાગશે, આવ્યો છે માનવ વેશમાં.