SA422

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

તે સૂણી આવું શુદ્ધ થવા તુજ રક્તની મારફતે.

ઓ ખ્રિસ્ત, તુજ સ્વર મધુર મુજને બોલાવે છે;
ટેક: આવું છું તુજ પાસ,આવું આ પળે;

રકતે મને ધોઇ નાખ, જે કૂખથી નીકળે.

લાચાર ને છેક અશુદ્ધ, પણ વગર આવું છું.

સહ દોષ તું પુરણ કાઢે છે, કે વગર ડાઘ હું થાઉં,
-આવું.

હે ઇસુ, તું કરાવ સંપૂર્ણ પ્રેમ, વિશ્વાસ,

શંતિ,ને આશા મનમાં સ્થાપ,અહીં અને તહીં તું પાસ,
-આવું.

હે ખ્રિસ્ત, તુજ દયા કૃત દિલમાં તું દ્રઢ કરાવ;

કૃપા ને વત્તી કૃપા આપ, ને પાપનું બળ દબાવ.
-આવું.

જય જય શદ્ધ કરનાર રક્ત ! ઉદ્ધારનાર પ્રેમને જય !

જય જય ખ્રિસ્તને પ્રભુનું દાન, જીવનદાતાને જય..
-આવું.