SA41
Jump to navigation
Jump to search
ટેક - આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે; ભક્તિ થકી શકિત મળે, ઈસુ દે છે. | |
૧ | જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે; તેનું પાણી પીએ તેની તરસ મટે છે. |
૨ | જીવનની રોટલી આકાશમાંથી આવી છે; તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. |
૩ | હે પ્રભુ ઇસુ, તારા જેવો કરજે; પાપ થકી છોડાવીને નવો જન્મ દે. |
૪ | કરો દેવની સ્તુતી, મને મળી મુકિત; મારા ખ્રિસ્તે તેના રકતે તાર્યો પાપથી. |