SA407

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
જયારે તમને ઘેરે, મોહ માયાના પાશ,

હામ ધરીને લડજો, કરવાને વિનાશ,
મન વિકારો સામે, થાઓ લડવા તૈયાર,
ઇસુને નિહાળો, તે ઉતારશે પાર.

ટેક:માગેા ત્રાતાનો શકિત સદાય, દિલાસો ને પવિત્રાઈ,

મદદ કરવા છે તૈયાર,તે ઉતારશે પાર.

સૌ અર્પો પ્રભુને,થાઓ પૂરા આધીન,

તારણ તમે પામો,થઇ આત્મામાં લીન
થાઓ સાવધ ને સાચા, પ્રાર્થવાદી તો ખાસ,
ઇસુને નિહાળો, તે ઉતારશે પાર.

જયવાન યોદ્વાઓને, દેવ આપે છે તાજ,

વિશ્વાસે વિજય છે,જો કે પામે હાર,
તે આપણો ઉદ્વારક છે બળનો દેનાર,
ઇસુને નિહાળો, તે ઉતારશે પાર.