SA406
Jump to navigation
Jump to search
૧ | પ્રકાશે સૂર્ય કિરણ જયાં, ઇસુનો અમલ થશે ત્યાં; નાશ પામતાં સુધીસૂર્ય, હંમેશ રાજ તેનું ફેલાશે સૌ દેશ. |
૨ | તે માટે પ્રાર્થના થશે નિત,ફેલાવશે કીર્તિ ઘણાં ગોત; અત્તરના જેવું તેનું નામ, મઘમઘશે સવારે સૌ ઠામ. |
૩ | પ્રેમ તેનો સ્તવો મહિમાવાન,સૌ દેશનો પ્રજા કરશે઼ ગાન, ને કોમળ બાળો કાઢી સૂર,ગુણ ગાશે ઇસુના મધુર. |
૪ | રાજ તેનું અતિ આશિષયુકત,થાય કેદી તેમાં બંધન મુક્ત, પામે આરામ સદા શ્રમિત જન,ને કંગાળ પામે પુષ્કળ અન્ન |
૫ | તેને ભૂપ માની શક્તિમાન, સૌ પ્રાણી આપો ઉત્તમ માન. દૂત આભે ઊડતાં સ્તવન ગાય, ’આમેન’ થી ભૂતળ ગાજતું થાય. |