SA405

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ત્રાતાનું સ્તવન શી રીતે કરું,

કૃપાએ ભરપૂર, સત્ય, વિશ્વાસુ;
ત્રાણ કરવાને સમર્થ, ખંડણીનું દે દાન,
દુર્બળ આશાવંતોનો ટેકો મહાન.

પાપથી જે છે મુકત, તે કેવો સુખી !

લોકો પ્રભુમાં થાય છે આનંદી;
તુજ પ્રકાશમાં ચાલવું, એજ તેમનો ઉલ્લાસ,
ઇસુની કૃપાનાં વખાણ કરે ખાસ.

તેઓ તારું નામ લઇ કરશે આનંદ,

મેળવશે તુજ ન્યાયીપણું સમજી હક્ક;
ન્યાયીપણું પહેરીને, તુજ રક્તે થઇ શુદ્વ,
નિડરતાએ ઊભા રે' શે તુજ સન્મુખ.

હા, પ્રભુ તુજ વૈભવ હું નિહાળીશ;

તુજ ગુપ્તતા તું મુજને જણાવોશઃ
દુઃખ દર્દો સાટે, આનંદ હું પામીશ,
તુજ ભકતોનો સાથે સદા હરખાઇશ.