SA397

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઇસુ જેવો મિત્ર કોણ છે,જેને કહીએ શોક ને પાપ;

કેવો મોટો હકક કે આપણે,કરોએ અરજ પ્રભુ બાપ;
અહા !કેટલો શાંતિ ખોઇએ,સહીએ અમથો અતિ ત્રાસ;
કેમકે બધી ચિંતા લઇને,જતા નથી ઇસુ પાસ.

લાલચ તથા પરિક્ષણો,અથવા કાંઇ છે સંતાપ ?

નાસિપાસ ન થઇએ કદી,પ્રાર્થના વાટે મળીયે બાપ;
એના જેવો મિત્ર કયાંથી,દુઃખોમાં જે લે છે ભાગ !
પ્રાર્થ વડે મળીએ ઇસુને,નિર્બળનો ન કરે ત્યાગ.

શું તારામાં શકિત નથી,ચિંતાથી સુકાયું તન !

પ્રિય તારનાર આપશે શકિત,તે શાંત કરશે તારું મન;
સગાં સ્નેહી જો ધિકકારે,જણાવ ઇસુ પાસે જઇ,
હાથમાં લઇ તે રક્ષા કરશે,આરામ મળશે તને તહીં.