SA395

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
હે દેવ, ગતકાળમાં થયો સાં’ય ભવિષ્યની છે આશ,

તોફાનમાં પણ તું થા આશ્રય, ને સ્વર્ગમાં અનંતવાસ.

તુજ રાજ્યાસનની છાયામાં, નિર્ભય રહીશું અમ,

સશકત છે એ હાથ તારા, કરશે નિશ્રે રક્ષણ.

આ જગની સઘળી પ્રજાઓ,ચિંતાને શ્રમ સહિત,

ડૂબાડે કાળનાં મોજાંઓ,ને રહે નિશાન રહિત.

કાળ વે’તી નદીની રેલ પેઠે,લોકોને તાણી જાય છે,

સવારે સ્વપ્ન ભૂલે જેમ, તેઓ મારી જાય છે.

હે દેવ ગતકાળમાં થયો સા’ય ભવિષ્ય છે આશ,

દોરનાર અમારો થા સદાય, દે સ્વર્ગ અનંત વાસ.