SA392

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ધન્ય છે ખ્રિસ્તનો પ્રેમ, જોડે અમારાં ચિત્ત;

ખ્રિસ્તી સંગત છે અનુપમ, સ્વર્ગના જેવી ખચીત.

પિતાના તખ્ત સામે એકઠાં થયાં એક ધ્યાન,

દિલાસો, આશા, ચિંતા, બીક, આદર્શમાં સૌ સમાન.

એકમેકના ખેક માંહે ને બોજમાં લઇએ ભાગ,

ને દુઃખોમાં સહુ લાગણીથી આંસુ વે 'છે અથાગ.

છુટા પડીએ ત્યારે લાગે મનમાં ઉદાસ,

તો પણ ચિત્તમાં એક જ છીએ,ફરી મળવાની આશ.

જીવનમાં ધન્ય આશ કરાવે હિંમતવાન;

ચાલીએ આ ઉમેદમાં ખાસ,ને રહીએ આશાવાન.

શોક, મહેનત, દુઃખ ને પાપ, સહુથી છુટાં થઇશુ;

ને પ્રેમ ને સત્સંગમાં અમાય સ્વર્ગ માહે સૌ રહીશુ.