SA390

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક : પ્રિય નામ !કેવું મિષ્ટ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ.

પ્રિય નામ! કેવું મિષ્ટ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ.

ઇસુ નામ સંગ લેતા જજો, હે સૌ દુઃખી ને લાચાર;

તેથી આનંદ ને દિલાસો,તમને મળશે રે આપાર.

ઇસુ નામ સાથ રાખજો સદા, દરેક ફાંદાથી તારશે,

તે નામ લઇ કરજો પ્રાર્થના, જ્યારે પરિક્ષણ આવે.

આહા, પ્રિય નામ ઇસુનું,તેથી મન ઉલ્લાસી થાય,

તેના પ્રેમી હાથમાં રહું, હર્ખથી તેનાં ગીતો ગાઇ.

ઇસુ નામની કરી નમન, તેને પાયે લાગીશું,

“જય, જય! રાજાઓના રાજન,” સ્વર્ગી દેશમાં ગાઇશું