SA387

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
તારનાર છે ઇચ્છા બહુ, તુજ પાસ રહેવા,

વાત કામ ને વિચારમાં, શુદ્વ થવા;
રે, લે મારું અંતર, તે પર તું મુદ્વા કર,
સ્વર્ગીય પ્યારથી ભર,કરવા સેવા.

ધીકતી આગ કર મને, હું જ્યાં જાઉં ત્યાં;

કે મરતી દુનિયાને, દેખાડું ત્યાં;
તેં પ્રેમે દીધો, પ્રાણ,કે બધાં પામે ત્રાણ,
ને માને તારી વાણ, એ છે પ્રાર્થના.

એમ વખત જાય મારો, તુજ સ્તુતિમાં,

તે મને ન તજ્યો બળ આપવામાં
આત્માએ ભરપૂર થઇ, પૂરણ તારેલો રહી,
ખ્રિસ્તમાં કેવળ હરખાઈ, આગળ ચાલુ .