SA384

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ધન છે તે ઘરને જેમાં ખ્રિસ્ત, સુપ્રીતિ ઉપજાવે,

ત્યાં એક છે ઇચ્છા પ્રાર્થના નિત, કે ઇસુ બચાવે.

ધન છે તે ઘરને જ્યાં સંભળાય, સદા ઇસુનુ નામ,

જ્યાં બાળોતેની સ્તુતિ ગાય, ને કરે તેનું કામ.

ધન છે તે ઘરને જેની માંય, નિત નિત થાએ પ્રાર્થના,

જેમાં દરરોજ શાસ્ત્ર વંચાય, ને આશિષ દે ત્રાતા.

પ્રભુ, તું એમ કર કે સૌને, આ પરમ સુખ મળે,

તુ જ માં હદય પરોવીને, દોરજે તું દર પળે.